મોરબી: ટંકારા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને પાસા હેઠળ ઝડપી પાડીને ભાવનગર જિલ્લા જેલમાં ધકેલ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આરોપી રામનારાયણ મોબતારામ કાકડ/બિશ્નોઇ (ઉંમર ૨૭, રાજસ્થાન) વિરુદ્ધ પાસા મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને કે.બી. ઝવેરીએ વોરંટ ઈશ્યુ કર્યું હતું. ત્યારબાદ, ટંકારા પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપીની ધરપકડ કરી હતી. ગઈ કાલે, 8 સપ્ટેમ્બર, 2025ના રોજ આરોપીને પાસા એક્ટ હેઠળ ડિટેન કરીને ભાવનગર જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.