મોરબી: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપીને ચેકની બાકી રકમ કરતા બમણી રકમનો દંડ ભરવા પણ આદેશ કર્યો છે.કેસની વિગત:બેલા ગામના સેઝ વિટ્રીફાઈડ પ્રાઈવેટ લિમિટેડના પાર્ટનર રોનકભાઈ દિનેશભાઈ જેઠાલોજા પાસેથી મડમાસ ગેલેરીના પ્રોપરાઈટર સલામહુસેન ફિરોજભાઈ ભૂવાર (રહે. મોરબી) એ સિરામિક ટાઈલ્સની ખરીદી કરી હતી. આ ખરીદી પેટે બાકી નીકળતી રકમ ચૂકવવા માટે આરોપીએ ચેક આપ્યો હતો. જોકે, આ ચેક પરત ફરતા ફરિયાદીએ વર્ષ 2023માં મોરબીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.કોર્ટનો ચુકાદો:આ કેસની ટ્રાયલ ચાલતા કોર્ટે આરોપી સલામહુસેન ફિરોજભાઈ ભૂવારને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. ઉપરાંત, બાકી નીકળતી રકમ રૂ. 5,73,244ની બમણી રકમ એટલે કે રૂ. 11,46,488નો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ભરવામાં કસૂર કરે તો વધુ 90 દિવસની કેદની સજા ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ કેતન કે. નાયક તેમજ નલીન ટી. અઘારા રોકાયેલ હતા.#Morbi #MorbiUpdate #CourtNews #CheckReturn #LegalNews #MorbiCourt