મોરબી તાલુકા અને એ-ડિવિઝન પોલીસ મથકના 3 ગુનામાં વોન્ટેડ આરોપીને બરવાળા બસ સ્ટેન્ડ પાસેથી તાલુકા પોલીસે દબોચ્યોમોરબી અપડેટ: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરી તથા વાહન ચોરી તેમજ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં છેલ્લા 6 માસથી નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી તાલુકા પોલીસ સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે, બરવાળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી આરોપી કમલસિંગ ઉર્ફે ભાયો કેલસિંગ અલાવ (ઉંમર 38 વર્ષ, રહે. બોગાલી નરવાલી, તા. કુક્ષી, થાના-ટાંડા, જી. ધાર, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.પકડાયેલા આરોપી સામે નોંધાયેલા ગુનાઓ: • મોરબી તાલુકા પોલીસ સ્ટેશન: એ-પાર્ટ ગુ.ર.નં. 351/2026 (BNS કલમ 305(A), 331(1), 331(4)) • મોરબી તાલુકા પોલીસ સ્ટેશન: એ-પાર્ટ ગુ.ર.નં. 0082/2026 (BNS કલમ 303(2)) • મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન: ગુ.ર.નં. 153/2026 (BNS કલમ 303(2))આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એસ. સોંદરવા અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.#Morbi #MorbiNews #MorbiUpdate #MorbiPolice #CrimeNews #GujaratPolice #PoliceAction