ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશનના હથિયાર ના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી રિયાઝખાન ઉર્ફે મુનો મહેબૂબખાન ફતેહાનને મોરબી એસોજીની ટીમે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્ટાફે મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે ટંકારા પોલીસ સ્ટેશનના બી-પાર્ટ ગુ.ર.નં. 0062/2023 મુજબ આર્મ્સ એક્ટની કલમ 25(1-B)A તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ નોંધાયેલા હથિયારના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા આરોપી રિયાઝખાન ઉર્ફે મુન્નો મહેબુબખાન ફતેહાનને શોધી કાઢ્યો છે.મૂળ જામનગરના સુભાષ માર્કેટ, મોચી સાળ શેરી, ખાટકીવાડના રહેવાસી અને હાલ વાંકાનેર બાઉન્ડ્રી, ગરીબ નવાજ ફાર્મ, ભલગામ (તા. વાંકાનેર, જિ. મોરબી) ખાતે રહેતા આ આરોપીને પકડી લેવામાં આવ્યો છે. આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #SOGMorbi #CrimeNews #TankaraPolice #GujaratPolice #MorbiNews #Vankaner