મોરબી : મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતાં આરોપીને મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે. સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી જે બાતમીના આધારે નાસતો ફરતો આરોપી વિપુલભાઈ સોમાભાઈ લોદરીયા (રહે, ગોપાલગઢ, તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર) ટીંબડી બસ સ્ટેન્ડ પાસેથી પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.