મોરબી : મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે માળીયા મિયાણા પોલીસ મથકમાં સાત વર્ષ પૂર્વે નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો.રાજકોટ રેન્જ આઈજી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા આપેલ સુચનાને પગલે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીને આધારે માળીયા મિયાણા પોલીસ મથકમાં વર્ષ 2019મા નોંધાયેલ વિદેશી દારૂના કેસમાં ફરાર આરોપી દીપક પવનકુમાર યાદવ રહે. જાફરપુર, ન્યુ દિલ્હી વાળાને દિલ્હી ખાતેથી ઝડપી લઈ માળીયા મિયાણા પોલીસને હવાલે કરવા કાર્યવાહી કરી હતી.