આરોપી ટંકારા અને જોડિયા પોલીસ સ્ટેશનના ગુનામાં પણ હતો વોન્ટેડમોરબી અપડેટ : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 06/04/2026 ના રોજ નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 4 માસથી નાસતા ફરતા આરોપી દિવ્યેશભાઇ ઉર્ફે ડાયો મોહનભાઇ બાંભવા (રહે. તુલસીપાર્ક, શનાળા બાયપાસ, મોરબી) ને સીટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલ આરોપી દિવ્યેશ ઉર્ફે ડાયો બાંભવા અન્ય પોલીસ મથકોમાં પણ પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ હતો. જેમાં ટંકારા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 0286/2026 અને જોડિયા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 0029/2026 નો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર વાય.બી.જાડેજા, પોલીસ સબ ઈન્સપેક્ટર જે.સી.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiNews #MorbiPolice #MorbiUpdate #CrimeNews #Prohibition #GujaratPolice