મોરબી : હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાના અપહરણના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપી રવિભાઈ સુરેશભાઇ પુરબીયા રહે. લખતર જુના વાલમીકી વાસ, જિ. સુરેન્દ્રનગરવાળાને તેમના ઘરેથી AHTUની ટીમે ઝડપી પાડ્યો છે. તથા ભોગ બનનાર પણ ત્યાંથી મળી આવી હતી. આ બન્નેને હળવદ પોલીસને સોંપી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં AHTU ઇન્ચાર્જ પીઆઇ એમ.બી.મિસ્ત્રી તેમજ સ્ટાફ રોકાયેલ હતો.