મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમેં આરોપીને દબોચી લીધો મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમેં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો અને વધુ તપાસ માટે આરોપીને મોરબી તાલુકા પોલીસની હવાલે કર્યો છે. મોરબી એસપી સુબોધ ઓડેદરાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સૂચના આપતા મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પ્રયત્નશીલ હતા.જે પૈકી પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી તાલુકા પોલીસ મથકના લૂંટના ગુન્હામાં 12 વર્ષથી નાસતા ફરતા આરોપી માંગીયા પાંગાભાઇ મેડા આદીવાશી ઉ.વ.૫૦ રહે.ભાંડાખેડા થાણા રાણાપુર તાજી.જાંબુઆ (એમ.પી.) વાળાને આજે અમદાવાદ રાણીપ પોલીસ સ્ટેશન સામેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. આ કાર્યવાહીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. મોરબી, પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી,એલ.સી.બી મોરબી, એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, રજનીભાઇ કૈલા, સંજયભાઇ પટેલ કૌશીકભાઇ મારવાણીયા, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા, સતિષભાઇ કાંજીયા સહિતના જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..