એસઓજી ટીમે બાતમીના આધારે થાનગઢના પીપરા વાળા ચોક પાસેથી આરોપીને દબોચી લીધોમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની પોલીસ મહાનિરીક્ષક (સરહદી રેન્જ, ભુજ) તેમજ મોરબી પોલીસ અધિક્ષકની સૂચના અન્વયે મોરબી એસઓજી (SOG) ટીમે કામગીરી હાથ ધરી હતી. એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના દારૂબંધી (પ્રોહિબિશન)ના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.એસઓજી સ્ટાફના માણસોને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનાનો નાસતો ફરતો આરોપી શામજી ઉર્ફે વિજયભાઈ સુખાભાઈ સારલા (જાતે કોળી, ઉ.વ. 26, ધંધો મજૂરી, રહે. નળખંભા, તા. થાન, જિ. સુરેન્દ્રનગર) હાલમાં થાનગઢ પીપરા વાળી વિસ્તારમાં છે. આ બાતમીના આધારે એસઓજી સ્ટાફે થાનગઢ પીપરા વાળા ચોક ખાતે જઈને તપાસ કરતા ઉપરોક્ત આરોપી શામજી ઉર્ફે વિજયભાઈ સારલા ત્યાંથી મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી લીધો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે આરોપીને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.#MorbiUpdate #MorbiNews #MorbiPolice #SOGMorbi #CrimeNews #Prohibition #Arrest #Morbi