મોરબી : મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારે તૌકતે વાવાઝોડા સામે રક્ષણાત્મક પગલાં રૂપે મોરબીના દરેક વોર્ડમાં તમામ સદસ્યોને તાકીદ કરેલ છે. અને તમામ પ્રકાર પગલા લેવાય તેવી ખાસ સુચના પણ આપેલ છે. મોરબીમાં નદી કિનારે તેમજ છુટાછવાયા ઝૂંપડામાં રહેતા લોકોને સ્થળાંતર કરાવી તેમને મોરબીની મધ્ય જૂના બસ સ્ટેન્ડની બાજુમાં યોગી પ્લાઝાના માલિક રુચિર કારિયાના સહયોગથી યોગી પ્લાઝામાં તેમજ વજેપર વાડી પ્રાથમિક શાળા, શનાળા રોડ ઉપર ખસેડવામાં આવેલ છે. આ સ્થળાંતરિત લોકોના રહેવા તેમજ જમવા માટે ફુલ ડીસ ફુડ પેકેટની વ્યવસ્થા પણ મોરબી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે. આ બંને જગ્યાએ કુલ મળીને આશરે 350 જેટલા લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાની દેખરેખ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુરેશભાઈ દેસાઈ તેમજ તમામ મોરબી પાલિકાના કાઉન્સિલરો કરી રહ્યા છે. તેમ મોરબી નગર પાલિકાના પ્રમુખ કે. કે. પરમારની યાદીમાં જણાવાયું છે.