મોરબી : આવતીકાલથી પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પુરુષોત્તમ માસ દરમિયાન યાત્રાળુઓને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન ભક્તિભાવનો અનેરો મહિમા છે ત્યારે દેશભરમાંથી લોકો વિવિધ યાત્રા ધામોના દર્શનાર્થે જતા હોય છે. સૌરાષ્ટ્રની પાવન ધરતી પર વિવિધ યાત્રાધામો આવેલા છે તેથી વિવિધ સ્થળેથી લોકો સુપ્રસિધ્ધ યાત્રાધામો ની મુલાકાતે આવતા હોય છે. ત્યારે યાત્રાળુઓ મોરબી મુકામે આરામ કરી શકે તેમજ તેમના માટે રહેવા-જમવાની ઉતમ વ્યવસ્થા થાય તે માટે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન યાત્રાળુઓ માટે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા તથા જયેશભાઈ ટોળીયાએ જણાવ્યું છે. બહારગામ થી આવતા યાત્રા સંઘ માટે યોગ્ય વ્યવસ્થા થઈ શકે તે હેતુસર બે દિવસ અગાઉ અનિલભાઈ સોમૈયા- મો.નં. ૮૫૧૧૦૬૦૦૬૬, હરીશભાઈ રાજા- મો.નં. ૯૮૭૯૨૧૮૪૧૫ પર સંપર્ક કરી સંખ્યા નોંધાવવા જણાવાયું છે.