મોરબી : મોરબીમાં ત્રાજપર ચોકડીએ સર્વિસ રોડ ઉપર મસમોટો ખાડો છે. તેમાં પણ આ ખાડામાં પાણી ભરેલું રહેતું હોવાથી વાહનચાલકોને ધ્યાને આવતો નથી. પરિણામે અહીં અવારનવાર ટુ વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બને છે. આજે પણ એક સ્કૂટર ચાલક અહીં પડી ગયા હતા. તંત્ર દ્વારા આ ખાડો તાત્કાલિક બુરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.