મોબાઇલમાં ધડાકાને લઈ રિક્ષાચાલક ગભરાઈ જતા સામે આવી રહેલી ટ્રક સાથે અકસ્માત સર્જાયો હળવદ : ચરાડવા નજીક પસાર થઇ રહેલી રિક્ષાના ચાલક મોબાઇલમાં ધડાકાને લીધે ગભરાઈ જતા સામે આવી રહેલી ટ્રક સાથે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ આજ રોજ સાંજે હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ ભવાની પ્રેટ્રોલ પંપની બાજુમાં સીએનજી રીક્ષાચાલક પરેશભાઈ દેવરાજભાઈ (રહે. ચરાડવા) પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની પાસે રહેલા એન્ડ્રોઇડ મોબાઈલમાં અચાનક ધડાકો થયો હતો. આ ધડાકાના કારણે રિક્ષાચાલક ગભરાઈ ગયો હતો. આથી, સામેની બાજુએથી આવી રહેલ ટ્રક સાથે રિક્ષા અથડાઈ હતી. આ અકસ્માતમાં રીક્ષાચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા બનાવને પગલે વધુ તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.