દર બે-ત્રણ દિવસે અકસ્માત થતા હોવાથી પસાર થતા વાહનો પર સંકટ : વહેલી તકે અંડરબ્રિજ જરૂરી મોરબી : આજરોજ વહેલી સવારે મોરબી-રાજકોટ હાઇવે પર લજાઈ ગામ, વિરપર પાસે એક ગાય આડી ઉતરતા એક કન્ટેનર ભરેલું ટ્રક પલ્ટી મારી ગયું હતું. સદ્નસીબે કોઈ જાનહાની થઇ નથી, પરંતુ આ રોડ પર અવારનવાર અકસ્માતો થતા હોવાથી વહેલી તકે અહીંયા અંડરબ્રિજ બને એ માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આજે વહેલી સવારના સુમારે એક ગાય આડી ઉતરતા વીરપર પાસે મોરબી-રાજકોટ હાઈવે પર એક કન્ટેનર ભરેલું ટ્રક નંબર જીજે 12 બીવી 7971 પલ્ટી ખાઈ ગયું હતું. જો કે આ બનાવમાં કોઈ જાનહાની થઇ હોવાનું જાણવામાં આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે, કે મોરબી-રાજકોટ હાઇવે હજુ બનતો હોવાથી તથા હજુ સાઈન બોર્ડ પણ મુકાયા ન હોવાથી દર બે-ત્રણ દિવસે અકસ્માતો થાય છે. અનેક લોકો અકસ્માતોનો ભોગ બન્યા છે. મોરબી-રાજકોટ હાઇવે જાણે અકસ્માત ઝોનમાં પરિણમી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. વારંવાર થતા અકસ્માતોને પગલે લોકોએ આ રસ્તા પર વહેલામાં વહેલી તકે અંડરબ્રિજ બનાવવા તથા સાઈન બોર્ડ મુકવા માંગણી કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne