મોરબી : નેશનલ હાઈવે પર રફાળેશ્વર પાસે આવેલી સરોવર પોર્ટીકો હોટલ પાસે વાંકાનેર જવાના મેઈન હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે કારને પાછળથી ટક્કર મારતાં કાર આગળ જઈ રહેલા કન્ટેનર પાછળ અથડાઈ હતી. જેના કારણે કારમાં આગળ અને પાછળ મોટું નુકસાન થયું હતું. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થયાની વિગતો પ્રાપ્ત થઈ નથી. અકસ્માતના પગલે રસ્તાની બન્ને બાજુ થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.