બોલેરોના ડ્રાઈવરનો આબાદ બચાવ, જ્યારે બોલેરોમાં ફસાયેલા બળદોનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડાયામોરબી : મોરબીની શનાળા ચોકડી પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બળદ ભરેલી બોલેરો આઇસર સાથે અથડાતા અંદર રહેલા બે બળદ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની મળતી વિગતો અનુસાર આ માર્ગ પરથી પસાર થતા એક આઈશર ચાલકને નવા બનાવેલા બમ્પ ન દેખાતા તેણે અચાનક જોરથી બ્રેક મારી હતી. આઈશર ચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલી એક બોલેરો પીકઅપ ગાડી ધડાકાભેર આઈશરની પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં બોલેરો ગાડીના ડ્રાઈવરનો સદનસીબે આબાદ બચાવ થયો હતો, પરંતુ વાહનના આગળના ભાગમાં ભારે નુકસાની જોવા મળી હતી.આ બોલેરો ગાડીમાં 2 બળદ લઈ જવામાં આવી રહ્યા હતા. અકસ્માતમાં 2 બળદ ગાડીની અંદર જ ફસાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર ખુમાન રબારી અને બીકે દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ લોકોએ ભારે જહેમત ઉઠાવીને લોહીલુહાણ હાલતમાં ફસાયેલા બંને બળદોને ગાડીમાંથી બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.#Morbi #MorbiUpdate #Accident #SanalaChokdi #MorbiNews #RoadSafety #AnimalRescue #GujaratNews