મોરબી : મોરબીમાં ગત મોડી રાત્રે નવા બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ખુટિયો અચાનક આડો આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા લઈને જતા જયેન્દ્રસિંહ કિરણસિંહ રાણા અને રાહુલ રમેશભાઈ ગોહિલ બન્ને ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને ફ્રેક્ચર અને માથામાં ટાકા સહિતની ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરબીના રોડ ઉપર રઝળતા ઢોરની સમસ્યાને લીધે વાહનચાલકો ઉપર જોખમ મંડરાઈ રહ્યું છે. ત્યારે મહાપાલિકા કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવાઈ છે.