ટંકારા : ટંકારા ઓવરબ્રિજથી આગળ રાજકોટ મોરબી હાઇવે ઉપર બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માતમાં એક બાઈકચાલકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે 6:30 વાગ્યે ટંકારાના ભાગોળે ઓવરબ્રિજ ઉતરતા થોડે દૂર બે ટુ-વ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા ટંકારાના અનવરભાઈ સોહરવદી ઉ.વ. 48 રહે. પોલીસ મથક પાછળ, નગરનાકા પાસે, ટંકારાવાળાને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે મોરબી ખસેડાયા હતા. જ્યા ટુકી સારવારના અંતે ડોક્ટરે મરણ જાહેર કરતા બનાવની જાણ ટંકારા પોલીસને થતા બિટ જમાદાર રાજુભાઈ કજારીયા, રાઈટર સહિતના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.