મોરબી : માળીયા તાલુકાના સોનગઢ ગામ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રાજસ્થાનના વતની ટ્રક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના સોનગઢ નજીક આરજે - 06 - જીડી - 6448 નંબરના ટ્રક ચાલકે જીજે - 12 - બીવાય - 8014 નંબરના ટ્રકને ઠોકર મારતા ટ્રક ચાલક રાજસ્થાનના રહેવાસી અણદારામ મુકનારામ ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાજસ્થાની ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.