મોરબી : જડેશ્વર અને રાતીદેવડી વચ્ચે બે ટ્રક વચ્ચે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ડ્રાઇવરને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુમાં અકસ્માતને પગલે આ રોડ બ્લોક થઈ ગયો હતો. જેથી ક્રેનની મદદથી બન્ને ટ્રકોને સાઈડમાં કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.