મોરબી : મોરબી શહેરના જુના ઘુંટુ રોડ પર ગઈકાલે સાંજના સમયે પોતાના ભાણેજની ઇકકો કાર નંબર જીજે - 36 - એપી - 7593 લઈને જઈ રહેલા ફરિયાદી કોન્ટ્રાકટર જગદીશભાઈ મનુભાઈ ઝીંઝુવાડિયા રહે.વીસીપરા, મોરબી વાળા કાર લઈને જતા હતા ત્યારે પૂનમ ઇન્ડસ્ટ્રીઝ પાસે સામેથી પુરપાટ ઝડપે આવતી આઈ ટવેન્ટી કાર નંબર યુપી - 42 - બીક્યું - 0529 નંબરના ચાલકેઆ જગડીશભાઈની કારને ટક્કર મારી અકસ્માત સર્જતાં ફરિયાદી જગદીશભાઈ તેમજ કારમાં સાથે રહેલા સાહેદ હિતેશભાઈને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા અકસ્માતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.