મોરબી : મોરબી પંથકમાં જાણે અકસ્માતો સામાન્ય ઘટના બની ગયા હોય એમ અકસ્માતનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફ્લોરા હોમ્સ પાસે ગત રાત્રીએ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફ્લોરા હોમ્સ પાસે રોડ પર પુરપાટ ઝડપે ચાલતી બેકાબુ બનેલી કાળા રંગની કાર આગળ શાંતિથી જતી સફેદ રંગની કારના પાછળના ભાગે ભયાનક રીતે અથડાઈ હતી. જેના કારણે કાળા રંગની કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો. અને સફેદ રંગની કારમાં પણ નુકસાન થયું હતું. તેમજ કાળા રંગની કાર બંધ દુકાનો સાથે ફરી અથડાતા 2-3 દુકાનોના નામના બોર્ડ લટકી પડ્યા હતા. દ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી. કાર અકસ્માતના દિલધડક દ્રશ્યો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયા હતા. જો કે હજુ સુધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ નથી.