મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર રફાળેશ્વર - જાંબુડિયા સર્વિસ રોડ પર ગત તા.5 ફેબ્રુઆરીના રોજ બાઈક લઈને જઈ રહેલા પ્રવીણગર રામદતીને સામેથી આવતા જીજે - 36 - એએન - 5859 નંબરના બાઈક ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જતાં પ્રવીણગરને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું. અકસ્માતના બનાવ અંગે શૈલેષગર અરજણગર રામદતીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.