ટંકારા : ટંકારા - લતીપર રોડ પર ગત તા.3ના રોજ સવારના સમયે જીજે -03 - એફએલ - 7804 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ખાખરા ગામના રહેવાસી દેવજીભાઈ નરસીભાઈ જખાણીયા ઉ.59 વાળાઓને જીજે - 10 - ડીકયું - 3376 નંબરના બાઈક ચાલકે હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર ભરતભાઈએ ટંકારા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.