મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર કેબી બેકરી નજીક જીજે - 36 - AD - 7080 નંબરનું એક્ટિવા લઈને જઈ રહેલા પૂનમબેન રાજભાઈ દેત્રોજા ઉ.27 નામના પરિણીતાના એક્ટિવા સાથે જીજે - 36 - AK - 8027 નંબરના એક્ટિવા ચાલકે પુરપાટ ઝડપે આવી અકસ્માત સર્જી ટક્કર મારી નાસી જતા પુનમબેનને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા એક્ટિવા નંબરને આધારે એક્ટિવા ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.