મહિનામાં 3 થી 4 વખત અકસ્માતો સર્જાતા હોવાની રાવ, રજૂઆત છતાં સ્પીડ બ્રેકર નહીં બનતા સ્થાનિકોમાં રોષમોરબી અપડેટ: પીપળી રોડ પર અકસ્માતોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલી રોયલ પાર્ક સોસાયટીના નાકે મહિનામાં 3 થી 4 વાર અકસ્માતો સર્જાય રહ્યા છે, ત્યારે આજે પણ એક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અંગે સોસાયટીના રહીશો દ્વારા સ્પીડ બ્રેકર બનાવવા માટે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જણાવાયું છે. જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે શું તંત્ર કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? તેમજ વહેલી તકે આ માર્ગ પર સ્પીડ બેકર બનાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.#Morbi #MorbiUpdate #RoadAccident #Mahendranagar #RoyalParkSociety #MorbiHaldavadHighway #TrafficHazard #MorbiNews #GujaratNews