મોરબી : વાંકાનેર-મોરબી હાઇવે રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાંકાનેર-મોરબી હાઇવે રોડ પર લગધીરપુર જવાના રસ્તાની સામે ગઇકાલે સાંજના પાંચ સાડા પાંચ વાગ્યે ટ્રક નંબર જીજે-૧૨-બીવી-૪૮૯૦ ના ચાલકે પોતાની ટ્રકને પુ૨ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને નિતીનભાઇ વરજાંગભાઇ ડાંગર (ઉ.વ. 26)ની સ્વિફટ કાર નંબર જી.જે-૦૩-સી.ઇ-૯૬૪૪ ના ડ્રાયવર સાઇડના પાછળના દરવાજાની સાથે ભટકાડતા અકસ્માત થયો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ આરોપી ટ્રકચાલકને પકડવા તપાસ ચાલુ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..