મોરબી : મોરબીમાં પીપળી-બેલા રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કારચાલકને ઇજા પહોંચી છે. મોરબીમાં પીપળી-બેલા ગામ વચ્ચે રોડ પર કારચાલકે ટ્રકને ઓવરટેક કરવા જતા કારચાલકે બેલેન્સ ગુમાવ્યું હતું. આથી, I20 કાર GJ-36-F-9794 અને ટ્રક અકસ્માત થયો હતો. આ અકસ્માતના પગલે કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. તેમજ કારચાલક ચિરાગ પોપટને ઇજા થઇ હતી. હાલમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.