મોરબી : મોરબીના શનાળા પાસે આજે સવારે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બોલેરો ટ્રક પાછળ ઘુસી જતા બન્ને વાહનોમાં નુકસાન થયું છે. આ અકસ્માતને કારણે એક તરફનો રોડ અડધો બંધ થઈ જતા ટ્રાફિક પણ સર્જાયાની વિગતો મળી રહી છે.