મોરબી : મોરબી તાલુકાના ભરતનગર ગામ નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત તથા બે વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે ભરતનગર ગામ નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માતમાં જાકુબભાઈ અબ્દુલભાઈ ખંખેરિયા (ઉ.વ. 49, રહે. મિરજાપર ગામ, કચ્છ-ભુજ)નું મૃત્યુ નીપજ્યું છે. તેમજ બે લોકોને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં બોલેરો ગાડીને ખાસ્સું એવું નુકસાન પહોંચ્યું છે. હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી તપાસ કરવામાં આવી રહી છે.