મોરબી : ટંકારા-લતીપર રોડ પર સરાયા ગામથી આગળ આવેલા કાયદી કારખાના સામે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજના પાંચથી સાડા પાંચ વાગ્યાના અરસામાં એક ટ્રાવેલ્સ બસે (રજી.નં- MP-41-P-5544) અશોક લેલન કંપનીના માલવાહક આઇસર (રજી.નં-GJ-14-X-3888) ને પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં આઇસરને નુકશાન પહોંચ્યું હતું. આ બનાવ અંગે બનાસકાંઠાના ભાભર તાલુકાના કમાલપુરા ઠાકોર વાસ ખાતે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા નટવરજી ચાંદાજી ઠાકોર (ઉ.વ. ૩૮) દ્વારા ટંકારા પોલીસ મથકમાં ટ્રાવેલ્સ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ટંકારા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ એસ.એમ.સોસાએ આ મામલે બી.એન.એસ. કલમ-૨૮૧, ૩૨૪(૪) તથા એમ.વી. એક્ટ કલમ ૧૮૪, ૧૭૭ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #Tankara #Accident #TankaraPolice #RoadSafety #GujaratNews