મોરબી : પીપળી-જેતપર રોડ ઉપર વિરાટનગર (રંગપર) નજીક રાત્રીના સમયે ટ્રેલર પાછળ ડમ્પર ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સ્પીડબ્રેકર આવતા ટ્રેલરે ઓચિંતી બ્રેક મારી હતી. ત્યારે ડમ્પરની બ્રેક ન લાગતા તે પાછળ ઘુસી ગયુ હતું. આ અકસ્માતમાં કેબિનમાં બેસેલો ડ્રાઇવર ફસાઈ ગયો હતો. એક અન્ય ટ્રક સાથે પટ્ટા બાંધી ટ્રેલર અને ડમ્પરને અલગ કરી ડ્રાઇવરનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. બાદમાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરને 108 મારફત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.