અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગીમોરબી અપડેટ : મોરબી નજીક આવેલા લાલપર પાસે એક ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પર ચાલક ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની વિગતો અનુસાર, લાલપર પાસે ટ્રેલર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જોકે અકસ્માત સર્જાયા બાદ ટ્રેલર સ્થળ પરથી નીકળી ગયું હતું. અકસ્માત એટલો તીવ્ર હતો કે ડમ્પર ચાલકને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. #Morbi #MorbiUpdate #Accident #Lalpar #MorbiNews #TrafficJam #RoadAccident