મોરબી : મોરબીના લાલપર ગામ નજીક આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં પ્રાપ્ત વિગતો મુજબ એક ટ્રેઇલર અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં હેમંતભાઈ સાહું ઉ.વ.37 અને પ્રદીપભાઈ પઢીયાર ઉ.વ.32 નામના બન્ને યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે. આ બન્ને મૃતકો સંબંધમાં સગા સાળા બનેવી થાય છે.બન્ને સાળા બનેવી મૂળ ઓરિસ્સાના વતની અને વર્ષોથી મોરબીમાં સ્થાયી થયા હતા અને બન્ને મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળ આવેલ શાંતિવન સોસાયટીમાં રહે છે.આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.મૃતકોની ડેડબોડી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.આ અકસ્માતની ઘટનાની વધુ વિગતો મેળવાઈ રહી છે.