હળવદ : હળવદ નજીક ટ્રકે કારને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં કારચાલકને ઇજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ નજીક માળિયા- અમદાવાદ હાઈવે પર જીજે ૧૨ એઝેડ ૩૭૯૭ નંબરના ટ્રકે જીજે ૦૧ કેએન ૩૦૫૪ નંબરની કારને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં કારચાલક નરેશભાઈ વધરોડીયાને ઇજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત કારચાલકના ભાઈ નિલેશભાઈ વાધરોડિયાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en