મોરબી: મોરબી-રાજકોટ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટેન્કર અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કાર ટેન્કરના પાછળના ભાગ સાથે અથડાઈ હોવાના કારણે કારને ભારે નુકસાન થયું છે. સદભાગ્યે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. જોકે આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.