વાંકાનેરના નવા પરા નજીકની ઘટના : ઘાયલ રીક્ષાચાલક વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો વાંકાનેર : વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર આજે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલકને ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર નવાપરા વિસ્તાર પાસે આજે રીક્ષા અને સ્વીફ્ટ કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. જેના લીધે રીક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે અને ગંભીર ઈજાગ્રસ્ત રીક્ષાચાલકને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવને પગલે ઘટનાસ્થળે લોકો એકત્ર થયા હતા.