આડેધડ પાર્કિંગના કારણે અકસ્માત; કારમાં નુકસાન, જાનહાનિ ટળી મોરબી : મોરબીમાં જૂના બસ સ્ટેશન નજીક એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે જો કે, સદભાગ્યે જાનહાનિ ટળી છે. આજે જૂના બસ સ્ટેશન નજીક શેરીના નાકા પાસે એસટી બસ વળાંક વળતા કારને હડફેટે લીધી હતી. અકસ્માતના પગલે કારને નુકસાન પહોંચ્યું હતું. જો કે સદનસીબે કોઈને ઇજા કે જાનહાનિના થઈ નથી. ઉલ્લેખનીય છે કે જૂના બસ સ્ટેશનના ગેટ પાસે ગેકાયદેસર વાહનોનું પાર્કિંગ થાય છે. અને સાંકળો વિસ્તાર છે. જેથી ટ્રાફિક જામ રહેતા કાયમી વાહન અકસ્માતોની હારમાળા સર્જાય છે.