ધારાસભ્ય હેમખેમ, રિક્ષામાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચી હળવદ : હળવદ - ધ્રાંગધ્રા મત વિસ્તારના ધારાસભ્ય પરસોતમ સાબરીયાની કારને વેગડવાવ નજીક છકડો રીક્ષા સાથે અકસ્માત થતા રિક્ષામાં બેઠેલા મુસાફરને ઇજાઓ પહોંચી હતી. જો કે, આ અકસ્માતમાં ધારાસભ્ય હેમખેમ બચી ગયા હતા. અકસ્માત બાદ માનવતા દાખવી તેમની કારમાં જ ઇજાગ્રસ્તને હળવદ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ -ધ્રાંગધ્રા મતવિસ્તારના ધારાસભ્ય પરસોતમ સાબરીયા આજે વેગડવાવ તરફથી કારમાં હળવદ તરફ આવતા હતા ત્યારે સીએનજી રીક્ષા સાથે તેમની ગાડીનો અકસ્માત થતા રિક્ષામાં બેઠેલા કરશનભાઇ વડેચા અને તેમના પત્ની ઇન્દુબેન કરશનભાઇ વડેચા, રહે.વેગડવાવ ઈજાઓ પહોંચી હતી.આ અકસ્માત બાદ ધારાસભ્ય સાબરીયાએ ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હળવદ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જો કે, ધારાસભ્ય સાબરીયાને આ અકસ્માતમાં કોઈ ઈજાઓ પહોંચી ન હતી.