ટંકારા : ટંકારાની ભાગોળે રાજકોટમાં હાઇવે પર બાર નાલા પાસે આજે સાંજના સમયે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકે કારને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા સાથે થોડીવાર માટે ટ્રાફિકજામ પણ થઈ ગયો હતો.