નેશનલ હાઈવે પર બપોરના સમયે સર્જાયો અકસ્માત: હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામ સર્જાયોમોરબી અપડેટ : મોરબી નજીક આવેલા લાલપર ગામ પાસે નેશનલ હાઇવે પર આજે બપોરના સમયે એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે આ ગોઝારા અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી અને કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બપોરે 1:45 વાગ્યાની આસપાસ લાલપર નજીક સિરામિક સિટી અને ઇનિયોસ ઇન્કોર્પોરેશન ઓફિસ તેમજ SBI બેન્કની સામે આવેલા ઓમકાર પેટ્રોલિયમ પંપ પાસે આ ઘટના બની હતી. નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલા એક ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનો ભોગ બનેલી કારમાં 2 પુરુષો અને 2 મોટી ઉંમરની મહિલાઓ એમ કુલ 4 લોકો સવાર હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.#Morbi #MorbiNews #MorbiUpdate #Accident #Lalpar #NationalHighway #RoadSafety #TrafficJam #GujaratNews