ટંકારા : ટંકારાના છતર ગામ પાસે મોરબી રાજકોટ રોડ ઉપર આજે એક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરોને ઇજા થતાં ત્રણેયને તાત્કાલીક વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રાજકોટ રોડ ઉપર ટંકારા તાલુકાના છતર ગામ આગળ પુલિયા પાસે એક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરોને ઇજા પહોંચી હતી.જેમાં ઇજાગ્રસ્તો મનસુખભાઈ અંબાભાઈ ઉ.વ.45 એક વૃદ્ધા અને એક બાળક સહિત ત્રણેયને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.જેઓને રાજકોટથી ભૂતકોતડા આવતી વખતે અકસ્માત સર્જાયો હતો.આ બનાવને પગલે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના સ્ટાફ છેલુંભાઈ અને રુબિયા ખુરેશી સહિતનાએ ઘટનાસ્થળે દોડી જઈને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.ચાલુ વરસાદે આ અકસ્માત થયા બાદ થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.