બાઇક લઈને નોકરીએ જવા નીકળેલા યુવાનને કાળ ભેટ્યો ટંકારા : ટંકારા નજીક બાર નાલા પાસે આજે સવારે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બાઈકચાલકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના બાર નાલા પાસે આજે સવારના સમયે એક કારે બાઇકને હડફેટે લેતા બાઇકચાલક અબુભાઈ ગીનીભાઈ ચૌધરી રહે. જુમજુમનગર, ટંકારાવાળાનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા 108નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે મૃતક અબુભાઈ અજંતામા નોકરી કરતા હોય સવારે તેઓ બાઇક ઉપર નોકરીએ જવા નીકળ્યા હતા. ત્યારે અચાનક રસ્તામાં તેઓને કાળ ભેટતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne