હળવદ : હળવદના વેગડવાવ રોડ ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બાઇક સવાર બે લોકોને ઇજા પહોંચતા તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના વેગડવાવ રોડ ઉપર એસ્સાર પમ્પ પાસે એક આઈ10 કાર અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કાર રોડની નીચે ઉતરી ગઈ હતી. જ્યારે બાઇક સવાર મહેશગીરી નતવરગીરી ગોસાઈ રહે. માનસરને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે રતીભાઈ રહે. મિયાણીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બન્ને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.