મોરબી : મોરબીમાં રાજપર ચોકડી પાસે આજે બપોરના અરસામાં બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. લજાઈની જ્ઞાન જ્યોત વિદ્યાલયની બસ અહીંથી પસાર થઈ રહી હતી. જેને કોઈ કારણોસર બ્રેક મારતા પાછળની આવતી કાર બસના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઇજા પહોંચી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.