મોરબી : મોરબીમાં લખધીરપુરના નાકા નજીક બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે બોલેરો પીક અપ વાહન GJ-09-AU-9019 ડિવાઈડર પર ચડી ગયું હતું. આ અકસ્માતના કારણે પીક અપ વાહનને નુકસાન પહોંચ્યું હતું. જો કે અકસ્માતમાં કોઈ ઇજા થઇ હોય કે જાનહાની થઇ હોય તેવા સમાચાર નથી.