મોરબી : મોરબી નજીક બોલરોએ રિક્ષાને હડફેટે લેતા રિક્ષાચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં સારવાર દરમિયાન રિક્ષાચાલકનું મોત નિપજ્યું હતું. આ મામલે હાલ તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ગત તા.24ના રોજ મોરબી નજીક નવલખ રોડ ઉપર બરવાળા ગામના પાટિયા પાસે ધીરુભાઈ બચુભાઇ મિયાત્રા નામના શખ્સે તેની બોલેરો બેફિકરાયથી ચલાવીને સામેથી આવતી GJ 36 U 2788 નંબરની રિક્ષાને હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલક દેવરાજભાઈ શંકરભાઇ ખાભડીયા રહે. રફાળેશ્વર વાળાને બન્ને પગના ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજતા ગઈકાલે તાલુકા પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274