મોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે પર માળીયા મિયાણા નજીક શહેનશાહવલીના પાટિયા પાસે જીજે - 12 - સીટી - 6160 નંબરના બોલેરો ચાલકે પુરપાટ ઝડપે પોતાની બોલેરો ગાડી ચલાવી આગળ જતી જીજે - 36 - એફ - 3019 નંબરની આઇટેન કારને ટક્કર મારી નુકશાન પહોચાડ્યું હતું. અકસ્માતના બનાવ અંગે કાર ચાલક હિમાંશુભાઈ જગદીશભાઈ વિરોજા રહે.ગોંડલ રોડ, રાજકોટ વાળાએ બોલેરો ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.