મોરબી : વિરપર ગામથી આગળ બપોરે 3 વાગ્યાના અરસામાં એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ અકસ્માતને પગલે રોડ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.